વ્હાલી દીકરી યોજના 2024 | Vahali Dikri Yojana 2024: ઉજ્જવળ ભવિષ્ય માટે પુત્રીઓને શક્તિશાળી બનાવવા!
Short Highlights :- વ્હાલી દીકરી યોજના 2024: ફોર્મ ક્યાં મેળવવું અને ભરવું? વ્હાલી દીકરી યોજના ની ઓનલાઇન અરજી પ્રક્રિયા | વ્હાલી દીકરી યોજના માટે જરૂરી દસ્તાવેજો અને સંપર્ક કરવાની કચેરીઓ ક્યાં છે? | નવું વ્હાલી દીકરી યોજના અરજી ફોર્મ PDF ડાઉનલોડ કરો | Vahli Dikri Yojana Online Application Process | Download New Vahali Dikari Yojana Application Form PDF
ભારત સરકાર અને ગુજરાત સરકાર દરેક વર્ગના નાગરિકો માટે વિવિધ યોજનાઓ બહાર પાડેલી છે. જેમાં ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કન્યાઓ માટે ઘણી બધી યોજના બનાવેલ છે. જેમ કે, બેટી બચાવો બેટી પઢાવો, સુકન્યા સમૃદ્ધિ યોજના વગેરે બહાર પાડેલ છે.
ગુજરાત સરકાર દ્વારા મહિલાઓની સુરક્ષા, સલામતી અને વિકાસ માટે Women and Child Development Department (WCD Gujarat) બનાવવામાં આવેલ છે.
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓ માટે ઘણી યોજનાઓ અને સેવા કાર્યરત છે. જેવી કે મહિલાઓની સામાજિક અને આર્થિક સુરક્ષા માટે વિધવા સહાય યોજના, ગંગા સ્વરૂપા આર્થિક પુન:લગ્ન યોજના, વ્હાલી દીકરી યોજના વગેરે. સ્ત્રીઓની સુરક્ષા અને સલામતી માટે 181 મહિલા અભયમ, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર(PBSC), સંકટ સખી મોબાઈલ એપ્લિકેશન વગેરે. પરંતુ આજે આપણે આ આર્ટિકલ દ્વારા Vahali Dikri Yojana 2024 વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.
Gujarat Vahali Dikri Yojana 2024
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વ્હાલી દીકરી યોજના 2024 બહાર પાડેલી છે. આ યોજના દ્વારા સમાજમાં દીકરીઓના જન્મને પ્રોત્સહન આપવા માટે તથા દીકરીના શિક્ષણમાં વધારો કરવા માટે બહાર પાડવામાં આવેલ છે. આ યોજના હેઠળ લાભાર્થી દીકરીના માતા કે પિતા ઓનલાઈન અરજી કરી શકે છે. લાભાર્થી દીકરીઓને કુલ 3 હપ્તામાં 1,10,000/- (એક લાખ દસ હજાર રૂપિયા) નો લાભ મળે છે.
Summary of Vahali Dikari Yojana
યોજનાનું નામ | વ્હાલી દીકરી યોજના 2024 |
---|---|
લેખની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
વ્હાલી દીકરી યોજના નવો પરિપત્ર | મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા-20/09/2022 ના રોજ સુધારા ઠરાવ |
યોજનાનો હેતુ | આ દ્વારા દીકરીઓનું જન્મપ્રમાણ વધારો કરવો, દીકરીઓના શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટે તથા બાળ લગ્નો અટકે તે મુખ્ય હેતુ છે. |
કોણે લાભ મળે? | ગુજરાત રાજ્યની પાત્રતા ધરાવતી દીકરીઓ |
મળવાપાત્ર રકમ | દીકરીને કુલ ત્રણ હપ્તામાં 1,10,000/- ની સહાય મળવાપાત્ર થાય |
Official Websit | https://wcd.gujarat.gov.in/ |
How To Apply | Online (જેમના SSO Login બનાવેલ છે, તેવા કર્મચારીઓ) |
અરજી ક્યાં કરવી? | લાભાર્થી દીકરીના ગ્રામ્ય પંચાયત ખાતે VCE પાસેથી અને તાલુકા મામલતદાર કચેરીમાં વિધવા સહાયની કામગીરી કરતાં ઓપરેટર તથા જનસેવા કેન્દ્રમાં જઈને ઓનલાઈન અરજી કરી શકાશે. |
વ્હાલી દીકરી યોજના સોગંદનામું | Vahli Dikari Yojana Sogandnamu Remove |
Vahli Dikari Yojana Application Form | Vahli Dikari Yojana Application Form PDF |
Vahli Dikri Yojana 2024 નો ઉદ્દેશ્ય
- વ્હાલી દીકરી યોજનાના મુખ્ય ઉદ્દેશ અને હેતુઓ:1. જન્મદરમાં દીકરીનો વધારવો કરવો અને બાળલગ્ન થતા અટકાવવા.
2. શિક્ષણ પ્રાપ્ત કરવાની મોંઘીની અંગે ઉતેજન આપવું.
3. સમાજમાં દીકરીઓ/સ્ત્રીઓનું સર્વાંગી સશક્તિકરણ કરવું અને તેમની સામાજિક સ્થિતિ સુધારવી.
4. બાળલગ્નને અટકાવવા અને દીકરીઓના શિક્ષણમાં વધારો કરવો.
વ્હાલી દીકરી યોજના ની પાત્રતા | Vahli Dikri Scheme Eligibility
- વ્હાલી દીકરી યોજનાનો લાભ મળશે જ્યારે:
1. લાભાર્થી દીકરી ગુજરાતની નાગરિક હોવી જોઈએ.
2. દીકરીનો જન્મ તારીખ 02/08/2019 પછી હોવી જોઈએ.
3. દંપતિના પ્રથમ ત્રણ સંતાનોને યોજનાનો લાભ મળશે.
4. માતા-પિતાની સંયુકત વાર્ષિક આવક 2 લાખ કે તેથી ઓછી હોય તેને લાભ મળશે.
5. એકલ માતા-પિતાના કિસ્સામાંમાં કે પિતાની આવક ને ધ્યાન માં રાખવા માટે લાભ મળશે.
6. માતા-પિતાની હયાતી ના હોવાથી અન્ય ગાર્ડિયન તરીકે લાભ મળશે.
7. બાલલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ ની જોગવાઈ મુજબ પુક્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપત્તિ ને આ યોજના નો લાભ મળી શકે છે.