ગુજરાત સરકાર દ્વારા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તરફથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે “વિદેશ અભ્યાસ લોન યોજના” સ્વરૂપે વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા હોય તેમને નાણાકીય સહાય મળે છે.
આ યોજના સામાન્ય રીતે વિદેશમાં શિક્ષણ કરતા વિદ્યાર્થીઓ તથા જે વિધાર્થીઓને વિદેશ જઈ વધુ અભ્યાસ કરવો છે. તેમના શૈક્ષણિક ફી વધું, રહેવા ખાવા તેમજ અન્ય સંબંધિત ખર્ચોને આવરી દેવા માટે લોન પ્રદાન કરે છે. આ લોનો સામાન્ય રીતે ઓછા વ્યાજ દર અને સરળ ચૂકવણી વિકલ્પો સાથે આપે છે.
આ પ્રક્રિયાના માધ્યમથી વિદ્યાર્થીઓને આર્થિક ભીષ વગર વિદેશમાં તેમની શૈક્ષણિક આકાંક્ષાઓ પૂર્ણ કરી શકે છે, જેથી તેમના શૈક્ષણિક અને કરિયર સંભવનાઓને સામાજિક સ્થળે મોટું પરિવર્તન આપે છે.
વિદેશ અભ્યાસ લોન યોજના
યોજનાનું સ્વરૂપ / લોન સહાયના ધોરણો
વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે મહત્તમ રૂ.૧૫.૦૦ લાખની વિદેશ અભ્યાસ લોન.
લાયકાતના ધોરણો:
– ધોરણ-૧૨ માં ઓછામાં ઓછા ૬૦% ટકા કે તેથી વધુ ગુણ. (NT/DNT, વધુ પછાત, અતિ પછાત માટે ૫૦ %)
– વિદેશમાં ડિપ્લોમા, સ્નાતક (ગ્રેજ્યુએટ), અનુસ્નાતક (પોષ્ટ ગ્રેજ્યુએટ), પોષ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા, પી. એચ. ડી. તેમજ ઉચ્ચ કક્ષાના તમામ ક્ષેત્રના ૧ (એક) શૈક્ષણિક વર્ષ કે તેથી વધુ સમયના અથવા ઓછામાં ઓછા બે સેમેસ્ટરના અભ્યાસક્રમો માટે લોન આપવામાં આવશે.
– વિદ્યાર્થીએ અરજી વિદેશ જતા પહેલા અથવા વિદેશ ગયાના છ માસ સુધીમાં કરી શકશે.
વ્યાજનો દર:
વાર્ષિક ૪ ટકા લેખે સાદુ વ્યાજ.
આવક મર્યાદા:
સા. અને શૈ. પ. વર્ગ / SEBC માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂ.૧૦.૦૦લાખથી ઓછી.
મહત્વના જરૂરી આધારો:
– જાતિનો દાખલો
– કુટુંબની આવકનો દાખલો, આઇ. ટી. રીટર્ન, ફોર્મ -૧૬
– અભ્યાસની માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટ, અને ટકાવારીના આધારો
– વિદેશના અભ્યાસનો ઓફરલેટર/ I – 20 / Letter of Acceptance
– વિદ્યાર્થીના પાસપોર્ટની નકલ
– વિદ્યાર્થીના જે તે દેશના વીઝાની નકલ
– એર ટીકીટની નકલ
– વિદ્યાર્થીના પિતા / વાલીની મિલકતના આધારો તથા વેલ્યુએશન રીપોર્ટ
જામીનદાર:
એક સધ્ધર જામીનદાર રજૂ કરવાના રહેશે.
મોર્ગેજ:
લોન મંજૂર થયેથી વિદ્યાર્થીના વાલીની મિલકત સરકાર પક્ષે રજીસ્ટર્ડ ગીરોખત કરી, મોર્ગેજ કરવાની રહેશે. વાલીની મિલકત મોર્ગેજ થઇ શકે તેમ ના હોય તો રજુ કરેલ જામીનદારની મિલકત મોર્ગેજ કરવાની રહેશે.
લોન પરત કરવી:
વિદ્યાર્થીના અભ્યાસ પૂર્ણ થયાના એક વર્ષ બાદ માસિક/ત્રિમાસિક હપ્તાઓમાં કરવામાં આવશે. લોનની રકમ મહત્તમ ૧૦ વર્ષમાં અને વ્યાજની રકમ મહત્તમ ૨ વર્ષમાં પૂર્ણ કરવાની રહેશે.
ફોર્મ ભરવુ:
અરજદારે વેબસાઇટ esamajkalyan.gujarat.gov.in પર જઇ ઓનલાઇન વિદેશ અભ્યાસ લોન યોજના ફોર્મ ભરવાનું રહેશે. વિદ્યાર્થીના માર્ગદર્શન માટે નિયત ફોર્મ, રજૂ કરવાના આધારોની યાદી, FAQs વેબસાઇટ પરથી મેળવી શકશે.