Plug Nursery Yojana 2024 | પ્લગ નર્સરી યોજના 2024
Plug Nursery Yojana 2024 | પ્લગ નર્સરી યોજના 2024Plug Nursery Yojana 2024 | પ્લગ નર્સરી યોજના 2024
iKhedut Portal | Plug Nursery Yojana 2024 | પ્લગ નર્સરી યોજના 2024 | બાગાયતી યોજનાઓ 2024 | નર્સરી યોજના | આઈ ખેડૂત પોર્ટલ યોજના |
આપાનો ભારત દેશએ એક ખેતી પ્રધાન દેશ છે. સરકારો અને રાજ્ય સરકારો ખેડૂતો માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકે છે, જેમાં કૃષિ અને સહકાર વિભાગ વધું કામ કરે છે. રાજ્યનું વન પ્રદેશ વિસ્તાર વધી રહ્યું છે,
તેથી રાજ્ય સરકાર સતત ચિંતિત છે. દિવસો દિવસ મળતા સંકેતને ધ્યાને લેઈ ગુજરાત સરકાર ઘણી યોજનાઓ અમલમાં મુકે છે. જે જાણવા માટે અમારા સાથે જોડાયેલા રહો.
Ikhedut Portal પર વિવિધ યોજનાઓ ઉપલબ્ધ છે, જેમાં મફત છત્રી યોજના, તાર ફેન્સીંગ સહાય યોજના, ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા બનાવવાની યોજના, પ્લગ નર્સરી યોજના વગેરે શાસકીય સાહાયના યોજનાના ઓનલાઈન ફોર્મ્સ ખેડૂતો માટે ઉપલબ્ધ છે. આ આર્ટિકલ દ્વારા પ્લગ નર્સરી યોજના વિશે વિગતવાર માહિતી આપીશું.
Plug Nursery Yojana 2024
I khedut પર ઉપલબ્ધ આ યોજના વનબંધુ યોજના તરીકે પણ ઓળખી શકાય છે, જેને પ્લગ નર્સરીના નામે ઓળખી શકાય છે. આ યોજનાની મદદથી રાજ્યમાં વન વિસ્તાર વધારવાના માટે નર્સરીઓ બનાવવા પર સબસીડી આપવામાં આવે છે, જેથી વધુમાં વધુ નર્સરીઓ બની શકે અને વૃક્ષોનું વાવેતર થાય.
Highlight Point of Plug Nursery Yojana 2024
યોજનાનું નામ | Plug Nursery Schemes 2024 |
ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
ઉદ્દેશ | પ્લગ નર્સરી બનાવવા માટે સહાય |
લાભાર્થી | ગુજરાતના એસ.ટી જ્ઞાતિના ખેડૂતોને |
સહાયની રકમ | યુનિટ કોસ્ટ – રૂ.૩૦.૦૦ લાખ/ હે. જાહેર ક્ષેત્રે ૧.૦ હે. માટે વધુમાં વધુ રૂ. ૩૦.૦૦ લાખ/ હે. ખાનગી ક્ષેત્રે ૧.૦ હે. માટે ખર્ચના ૭૫ %, વધુમાં વધુ રૂ.૨૨.૫૦લાખ/ હે. ની મર્યાદામાં સહાય |
માન્ય વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/https://ikhedut.gujarat.gov.in/ |
અરજી કેવી રીતે કરવી | Click કરો.Click કરો |
અરજી કરવાની છેલ્લી તારીખ | 11/05/2024 |
Read More: પ્રધાનમંત્રી e- મુદ્રા લોન ૫૦૦૦૦થી ૧૦૦૦૦૦૦ સુધી કઈ રીતે મેળવવી તે જાણો.
Plug Nursery Yojana 2024 નો હેતુ
ગુજરાતના ખેડૂતો અને નાગરિકો માટે આ વનપ્રદેશ વધારે જરૂરી છે. બાગાયતી વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના 14 જિલ્લામાં પ્લગ નર્સરી બનાવવા માટે ખેડૂતો અથવા બનાવનારે સીધી સબસીડી આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેનારે વધુ વનબંધુ પ્લગ નર્સરી બનાવી શકે છે.
પ્લગ નર્સરી બનાવવા માટેની પાત્રતા
ગુજરાત રાજ્યમાં Bagayati Vibhag દ્વારા આ યોજનાનો અમલ કરવામાં આવે છે. જેમાં નીચે મુજબની પાત્રતા ધરાવતા નાગરિકોને આ યોજનાનો લાભ આપવામાં આવશે.
- ગુજરાત રાજ્યનો ખેડૂત હોવો જોઈએ.
- પસંદ થયેલા 14 જિલ્લાઓમાંથી એસ.ટી જાતિનો હોવો જોઈએ.
- ખેડૂત જમીન કે ટ્રાઈબલ લેન્ડ ધરાવતો હોવો જોઈએ.
- ખેડૂત પાસે બેંક એકાઉન્ટ હોવું જોઈએ.
Plug Nursery Yojana લાભ મેળવવા માટે કેટલીક શરતો અને નિયમો છે
1. એક હેકટરની પ્લગ નર્સરીમાં હાઇટેક ગ્રીનહાઉસ (1000 ચો.મી.), નેટહાઉસ (1000 ચો.મી.), વોટર સ્ટોરેજ ટેંક, કંપોસ્ટીંગ યુનિટ, ફાર્મ મશીનરી, અને સ્ટોર કમ ઓફિસ લગાવવાની રહેશે.
2. પ્લગ નર્સરીમાં પ્લગ ટ્રે, મલ્ચીંગ, નર્સરી મિડીયા/કેમીકલ, જરૂરી હોય તેવા પાકોમાં મધર બ્લોક (મીની. 0.50 હે.), મીડીયા મીક્ષીંગ, પ્લગ ટ્રે ફીલીંગ મશીન, બેગ ફીલીંગ મશીન, જર્મીનેશન ચેમ્બર જેવા સબ ઘટકોનો સમાવેશ કરવાની રહેશે.
3. પ્લગ નર્સરી માટે એક હેકટર કરતા ઓછા વિસ્તારનો હાઇટેક ગ્રીન હાઉસ/નેટ હાઉસનો વિસ્તાર કરવાનો રહેશે.
4. નર્સરી ઓછામાં ઓછા 0.20 હેકટર તથા વધુમાં વધુ 1 હેકટરના વિસ્તારમાં બનાવવાની રહેશે.
5. ઓછામાં ઓછા પાંચ ઘટકોમાં કામગીરી કરવાની રહેશે.
6. પ્રોરેટા બેઝ મુજબ સહાય આપવાની રહેશે.
7. નર્સરીનું એક્રીડેશન કરાવવાની રહેશે.
8. ખાતાદીઠ ફક્ત એક જ વખત લાભ રહેશે.
પ્લગ નર્સરી હેઠળ મળવાપાત્ર લાભ
આ યોજના હેઠળ નર્સરી બનાવનાર ખેડૂતોને ઘણા બધા લાભ થાય છે. જે નીચે મુજબ છે.
ક્રમ | સ્કીમ કોડ | મળવા પાત્ર લાભ |
---|---|---|
૧ | HRT-3 (અનુસુચિત જનજાતિ માટે) | યુનિટ કોસ્ટ – રૂ.૩૦.૦૦ લાખ/ હે. જાહેર ક્ષેત્રે ૧.૦ હે. માટે વધુમાં વધુ રૂ. ૩૦.૦૦ લાખ/ હે. ખાનગી ક્ષેત્રે ૧.૦ હે. માટે ખર્ચના ૭૫ %, વધુમાં વધુ રૂ.૨૨.૫૦ લાખ/ હે. ની મર્યાદામાં સહાય |
૨ | HRT-2 | યુનિટ કોસ્ટ – રૂ.૩૦.૦૦ લાખ/ હે. જાહેર ક્ષેત્રે ૧.૦ હે. માટે વધુમાં વધુ રૂ. ૩૦.૦૦ લાખ/ હે.ખાનગી ક્ષેત્રે ૧.૦ હે. માટે ખર્ચના ૫૦ %, વધુમાં વધુ રૂ.૧૫.૦૦ લાખ/હે. ની મર્યાદામાં સહાય |
૩ | HRT-4 (અનુસુચિત જાતિ માટે ) | યુનિટ કોસ્ટ – રૂ.૩૦.૦૦ લાખ/ હે. જાહેર ક્ષેત્રે ૧.૦ હે. માટે વધુમાં વધુ રૂ. ૩૦.૦૦ લાખ/ હે.ખાનગી ક્ષેત્રે ૧.૦ હે. માટે ખર્ચના ૭૫ %, વધુમાં વધુ રૂ.૨૨.૫૦લાખ/ હે. ની મર્યાદામાં સહાય |
Document Required for Plug Nursery Scheme 2024 |
પ્લગ નર્સરી યોજના 2024 માટે આવશ્યક દસ્તાવેજો કયાં-ક્યાં જોઈએ?
ikhedut Portal પર ચાલતી કમ્પોસ્ટ એકમ બનાવવા માટે સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્ટ હોવા જોઈએ.
- લાભાર્થી ખેડૂતની 7/12 ની જમીનની નકલ
- અરજદારનું આધારકાર્ડની નકલ
- જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
- જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
- રેશનકાર્ડની નકલ (Ration Card)
- જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
- લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
- ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
- લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
- દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
- મોબાઈલ નંબર
How to Online Apply Plug Nursery Scheme 2024 | પ્લગ નર્સરી યોજનામાં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
પ્લગ નર્સરી યોજનામાં ઓનલાઈન અરજી કરવાની થાય છે. ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. તે માટે તમારે નીચે પગલાં અનુસરીને અરજી કરવાની રહશે.
- પ્રથમ Google ખોલીને “ikhedut Portal” ટાઈપ કરવાનું રહેશે.
- જ્યાં આઈખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
- “બાગાયતી ની યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં “બિયારણ / ઘરું / ફળ રોપ ઉત્પાદન માટે” નામના મેનુમાં જાઓ.
- ત્યારબાદ ક્રમ નંબર-5 પ્લગ નર્સરી પર ક્લિક કરવું.
- જેમાં “પ્લગ નર્સરી” માં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે.
- જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
- ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
- લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
- સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
- ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ
પ્લગ નર્સરી યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત લાભાર્થીઓએ તા: 12/03/2024 થી 11/05/2024 સુધી અરજી કરી શકશે. ત્યારબાદ ઓનલાઈન અરજી કરવાની બંધ થઈ જશે.
Plug Nursery Yojana 2024 | પ્લગ નર્સરી યોજના 2024 :- વિડીયો સ્વરૂપે
Youtube video credit Sanju Mahiti
FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો
1. પ્લગ નર્સરી યોજનાનો લાભ લેવા માટે અરજી ક્યાં કરવાની રહેશે?
જવાબ: આ યોજનાનો લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
2. Plug Nursery Scheme 2024 ઓનલાઈન અરજી માટે છેલ્લી તારીખ કઈ છે?
જવાબ: આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની તા-11/05/2024 છેલ્લી તારીખ છે.